શેત્રુંજ્ય પર્વત પર થયેલ મૂર્તિ ચોરીના જૈન સમાજમાં ઘેરા પડઘા.
શેત્રુંજ્ય પર્વત પર થયેલ મૂર્તિ ચોરીના જૈન સમાજમાં ઘેરા પડઘા.
Published on: 06th May, 2026

આ માત્ર ચોરી નહીં શ્રધ્ધાળુઓની આસ્થા પર આઘાતઆરોપીઓને ઝડપથી પકડી પાડી મૂર્તિ પુનઃ પ્રસ્થાપિત કરવાની માંગભાવનગર - પાલીતાણા શેત્રુંજ્ય ગિરિરાજ પરતી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ચોરીની ઘટનાના જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને ગુન્હેગારોને ઝડપી લઈ સુરક્ષા વ્યવસ્થા વધારવા સાથે મુર્તિ પુનઃ પ્રસ્થાપિત કરવાની માંગણી ઉઠવા પામી છે. ગિરિરાજ શેત્રુંજય પરથી ભગવાન પાર્શ્વનાથની પંચધાતુની મૂર્તિની ચોરી થતા સમગ્ર જૈન સમાજ સ્તબ્ધ છે. આ ઘટના માત્ર એક ચોરી નથી, પરંતુ લાખો શ્રદ્ધાળુઓની આસ્થા પર થયેલો આઘાત છે.