સાયલા-દસાડામાં ત્રણ રેડ: રૂ. 2.37 લાખનો વિદેશી દારૂ જપ્ત
સાયલા-દસાડામાં ત્રણ રેડ: રૂ. 2.37 લાખનો વિદેશી દારૂ જપ્ત
Published on: 26th August, 2026

સુરેન્દ્રનગર એલસીબી ટીમે દસાડા તાલુકાના ચીકાસર નજીક બાવળમાં છુપાવેલો રૂ. 1,76,652ની કિંમતનો દારૂ જપ્ત કર્યો છે, જોકે આરોપી યુનુશશા દીવાન હાજર મળ્યો ન હતો. બીજી તરફ, સાયલાના ખાટકીવાસમાં રહેતા સોહીલ રમજાનભાઈ મમાણીના ઘરેથી રૂ. 60,950ની કિંમતની દારૂની બોટલો જપ્ત કરાઈ છે, આરોપી ફરાર છે. જ્યારે સાયલાના ધજાળામાંથી શિવરાજ ઉર્ફે માવુ ખવડને રૂ. 100નો દારૂ સાથે ઝડપી લેવાયો છે.