ગુજરાતની 21 ટ્રેનો હવે 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે
ગુજરાતની 21 ટ્રેનો હવે 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે
Published on: 26th August, 2026

પશ્ચિમ રેલવેએ મુસાફરોનો પ્રવાસ સમય ઘટાડવા માટે એક મોટો નિર્ણય લીધો છે. ગુજરાતની 21 સહિત કુલ 23 મેલ અને સુપરફાસ્ટ ટ્રેનોની મહત્તમ ગતિ 110 કિમી પ્રતિ કલાકથી વધારીને 130 કિમી પ્રતિ કલાક કરવાની મંજૂરી મળી છે. આ નિર્ણય 22 ઓગસ્ટ, 2026 ના રોજ જનરલ મેનેજરની મંજૂરી બાદ લેવાયો છે. આ ઝડપ વધારાથી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર ભારત વચ્ચેની મુસાફરી વધુ ઝડપી બનશે. સુરક્ષા અને ટેકનિકલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને માર્ગદર્શિકા પણ તૈયાર કરાઈ છે.