નવસારી જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ
નવસારી જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ
Published on: 26th August, 2026

નવસારી જિલ્લા કલેકટર મનીષ ગુરવાની દ્વારા 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 24થી વધુ અરજદારોએ રૂબરૂ આવી પોતાની રજૂઆતો કરી હતી. કલેક્ટરે તેમની ફરિયાદો ધ્યાનપૂર્વક સાંભળી, સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી અને તાત્કાલિક નિવારણ માટે જરૂરી સૂચનાઓ આપી. બેંક યોજનાઓ, પ્રોપર્ટી કાર્ડ, પાણીની લાઇન, ગેરકાયદેસર બાંધકામ, રેતી ખનન, 7/12 ઉતારા જેવા વિવિધ પ્રશ્નો પર ચર્ચા થઈ. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.