ભાવનગર RTO માં નોન-કેસલેસ સેવા ઠપ્પ
ભાવનગર RTO માં નોન-કેસલેસ સેવા ઠપ્પ
Published on: 26th August, 2026

ભાવનગર RTO ખાતે વાહન સોફ્ટવેરમાં નોન-કેસલેસ સેવા લાંબા સમયથી બંધ છે. કેસલેસ સેવા પણ ધીમી ચાલી રહી છે, જેના કારણે વાહન ટ્રાન્સફર અને અન્ય પ્રક્રિયાઓ માટે અરજદારોને અલગ-અલગ દિવસો ફાળવવા પડી રહ્યા છે. સોફ્ટવેર અપડેટમાં વિલંબને કારણે અરજદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આધારકાર્ડ અને RC બુકમાં નામની સમાનતા જરૂરી છે, નહીંતર એરર આવે છે. વાહન સ્ક્રેપ કરતા પહેલા રજિસ્ટ્રેશન રદ્દ કરાવવા અને કાયદેસર પ્રક્રિયા વિના વાહન ન સોંપવા અપીલ કરાઈ છે. સંભવતઃ ૧૫ સપ્ટેમ્બર સુધીમાં નોન-કેસલેસ સેવા કાર્યરત થઈ જશે.