મદન મિત્રાની કાર પર હુમલો: TMC ધારાસભ્યના ડ્રાઈવરને માર માર્યો, ભાજપ સમર્થકો પર આરોપ
મદન મિત્રાની કાર પર હુમલો: TMC ધારાસભ્યના ડ્રાઈવરને માર માર્યો, ભાજપ સમર્થકો પર આરોપ
Published on: 07th June, 2026

પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાનો સિલસિલો ચાલુ છે. તાજેતરમાં જ TMC ધારાસભ્ય મદન મિત્રાની કાર પર હુમલો થયો હતો. જ્યારે મિત્રા પાર્ટી ઓફિસમાં બેઠક કરી રહ્યા હતા, ત્યારે તેમને જાણ થઈ કે વોર્ડ કાઉન્સિલર પર હુમલો થયો છે. તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે, 'જય શ્રી રામ'ના નારા લગાવતા યુવાનોના ટોળાએ તેમની કારને ઘેરી લીધી હતી. ટોળાએ કાર પર ઇંટો અને ઇંડા ફેંક્યા હતા. ડ્રાઈવરને માર માર્યો, જેના કારણે વિસ્તારમાં તણાવ ફેલાયો છે. TMC નેતાઓ સામે લોકોનો ગુસ્સો વધી રહ્યો છે.