વૃદ્ધ પદયાત્રીના 56 હજાર ચોરનાર ત્રિપુટી પકડાઈ, રોકડ અને બાઈક કબજે
વૃદ્ધ પદયાત્રીના 56 હજાર ચોરનાર ત્રિપુટી પકડાઈ, રોકડ અને બાઈક કબજે
Published on: 02nd July, 2026

જામનગર નજીક બેડ પાસે વૃદ્ધ પદયાત્રીની સાયકલમાંથી રોકડ ચોરીના ગુનાનો ભેદ સ્થાનિક ગુના શોધક શાખાએ ઉકેલ્યો છે. પોલીસે એક કિશોર સહિત ત્રણ શખસોને દબોચી લીધા છે. પોલીસે ₹56,050 રોકડા, ચોરીમાં વપરાયેલું બાઈક અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹1.06 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. રાજસ્થાનના વૃદ્ધ પદયાત્રી દંડવત યાત્રાએ દ્વારકા જઈ રહ્યા હતા, ત્યારે તેમની સાયકલમાં રાખેલી રોકડ ચોરી થઈ હતી. આરોપીઓની પૂછપરછમાં ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે.