ઉમરેઠ-સુરેલી રોડ પર ધારાસભ્યનો રેતી ડમ્પરો પર સપાટો
ઉમરેઠ-સુરેલી રોડ પર ધારાસભ્યનો રેતી ડમ્પરો પર સપાટો
Published on: 16th June, 2026

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં મહીસાગર નદીના પટમાંથી બેરોકટોક દોડતા ઓવરલોડ વાહનો સામે ખુદ ધારાસભ્ય હર્ષદ પરમારે લાલ આંખ કરી. સુંદરપુરા-લાલપુરા વિસ્તારમાંથી ક્ષમતા કરતા વધુ રેતી ભરીને પસાર થઈ રહેલા ડમ્પરોને ઉમરેઠ-સુરેલી રોડ પર રોકી કડક ચેકિંગ હાથ ધર્યું. તાડપત્રી વિના રેતી ઉડતી હોવાથી પાછળના વાહનચાલકોને અકસ્માતનો ભય રહેતો હતો. ધારાસભ્યે તાત્કાલિક ઉમરેઠ પોલીસને બોલાવી તમામ ડમ્પર ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને દંડની પાવતીઓ ફાડવાનો આદેશ આપ્યો. આ કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી.