મંજુસર GIDC માં 2.17 કરોડથી વધુના વિદેશી દારૂનો નાશ કરાયો
મંજુસર GIDC માં 2.17 કરોડથી વધુના વિદેશી દારૂનો નાશ કરાયો
Published on: 16th June, 2026

સાવલી તાલુકાના મંજુસર GIDC ખાતે નિર્જન સ્થળે સાવલી, ભાદરવા, ડેસર અને મંજુસર પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલ કુલ રૂા. 2 કરોડ 17 લાખ 95 હજારની કિંમતના 90,965 વિદેશી દારૂની બોટલોનો રોલર ફેરવીને સુરક્ષિત નિકાલ કરવામાં આવ્યો. કાયદેસરની પ્રક્રિયા અને કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે DySp, પ્રાંત અધિકારી, ચારેય પોલીસ મથકના PI, સ્ટાફ્ અને આબકારી નશાબંધીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા ગ્રામ્ય પોલીસની દેખરેખ હેઠળ આ દારૂનો નાશ કરાયો હતો.