જુગાર રમતા બૂમ પડી ભાગો અને 3 લોકો કૂવામાં કૂદી જતાં મોત...
જુગાર રમતા બૂમ પડી ભાગો અને 3 લોકો કૂવામાં કૂદી જતાં મોત...
Published on: 18th August, 2026

ભાવનગરના ઉખલા ગામમાં એક અત્યંત દુ:ખદ ઘટના બની છે, જ્યાં જુગાર રમી રહેલા ત્રણ યુવકો ભાગદોડમાં કૂવામાં પડી જતાં મોતને ભેટ્યા છે. આ ઘટના મોડી રાત્રે વાડી વિસ્તારમાં બની હતી, જ્યાં અચાનક 'ભાગો'ની બૂમો પડતાં ગભરાટ ફેલાયો હતો. પોલીસ રેડની અફવાને કારણે આ નાસભાગ મચી હોવાનું અનુમાન છે. મૃતકોમાં રાહુલ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહનો સમાવેશ થાય છે. વરતેજ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને સાચા કારણની શોધ કરી રહી છે.