પત્નીને કૌટુંબિક ભાઈ સાથે જોઈ પતિએ નોંધાવી ફરિયાદ
પત્નીને કૌટુંબિક ભાઈ સાથે જોઈ પતિએ નોંધાવી ફરિયાદ
Published on: 15th August, 2026

રાજકોટ નજીક ઉમરાળી ગામે રિક્ષાચાલક સાવન ઘરે આવ્યો ત્યારે પત્નીને તેના કૌટુંબિક ભાઈ ભાવેશ સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો. માથાકૂટ થતાં ભાવેશે સાવનને ધમકી આપી, ધક્કો મારી રૂમમાં પૂરી પત્નીને ભગાડી ગયો. આજી ડેમ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ભાવેશે સાવનને વાત કોઈને ન કરવા કહ્યું હતું. ત્યારબાદ ભાવેશ અને સાવનની પત્ની બંને ભાગી ગયા. ઘરે તપાસ કરતાં સોનાના દાગીના સહિતની ચીજવસ્તુઓ ગાયબ હતી. પોલીસે તપાસ હાથ ધરી છે.