વડોદરાના રાવપુરા પોલીસ મથકમાં યુવકનો ગળા પર બ્લેડ મારી આત્મહત્યાનો ગંભીર પ્રયાસ
વડોદરાના રાવપુરા પોલીસ મથકમાં યુવકનો ગળા પર બ્લેડ મારી આત્મહત્યાનો ગંભીર પ્રયાસ
Published on: 07th September, 2026

વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા 40 વર્ષીય સુનીલ નામના યુવકે રાવપુરા પોલીસ મથકમાં પોતાના ગળા પર બ્લેડ મારી આત્મહત્યાનો ગંભીર પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ. પોલીસ મથકમાં અચાનક બનેલી આ ઘટનાથી સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. ગંભીર સ્થિતિમાં તેને સયાજી હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર બાદ તેની સ્થિતિ સ્થિર થતાં તેને સ્વસ્થ જાહેર કરાયો. યુવક પોલીસ મથકે કયા કારણોસર આવ્યો હતો અને તેણે આ પગલું કેમ ભર્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.