વાંકાનેરની પ્રાથમિક શાળામાં ૧ કરોડના ખર્ચે ૧૨ સ્માર્ટ રૂમ બનશે
વાંકાનેરની પ્રાથમિક શાળામાં ૧ કરોડના ખર્ચે ૧૨ સ્માર્ટ રૂમ બનશે
Published on: 17th June, 2026

મોરબી જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓના માળખાકીય વિકાસને મજબૂત કરવા, વાંકાનેરની સમથેરવા પ્રાથમિક શાળામાં ૧ કરોડના ખર્ચે ૧૨ સ્માર્ટ રૂમ અને કમ્પ્યુટર લેબનું નિર્માણ થશે. સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ સંચાલિત પ્રોજેક્ટ "લાઈફ" દ્વારા આ સંપૂર્ણ અનુદાન આપવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગરના માર્ગદર્શન હેઠળ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પ્રોજેક્ટ "લાઈફ" સાથે વિધિવત રીતે MOU કરવામાં આવ્યા છે. આ સુવિધાઓ ગ્રામીણ બાળકોના શૈક્ષણિક અને બૌદ્ધિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.