ABVPના કાર્યકરોનો કોમર્સ ફેકલ્ટીના ડીન પર હુમલોઃ
ABVPના કાર્યકરોનો કોમર્સ ફેકલ્ટીના ડીન પર હુમલોઃ
Published on: 04th June, 2026

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફવાયના પ્રવેશ અંગે રજૂઆત કરવા માટે ગયેલા એબીવીપીના કાર્યકરોએ ફેકલ્ટી ડીન પર હુમલો કર્યા બાદ અધ્યાપકો અને કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. બે કલાક સુધી કોમર્સ ફેકલ્ટી સમરાંગણમાં ફેરવાઈ જતા પ્રવેશ લેવા માટે આવેલા વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રો.પ્રજ્ઞોશ શાહે આક્ષેપ કર્યો હતો કે, બે કલાક સુધી ABVPના કાર્યકરોની રજૂઆત ધીરજપૂર્વક સાંભળી હતી. એ પછી મારે યુનિવર્સિટીની એક બેઠકમાં જવાનું હતું. આમ છતા એક કાર્યકરે મને ઓફિસમાં જ રોકવાનો પ્રયાસ કર્યો હતો.