માર્કશીટમાં ચેડાં કરી ભાગેલો ધોરણ-૬નો વિદ્યાર્થી અમદાવાદ હાઇવે પરથી મધરાતે મળ્યો
માર્કશીટમાં ચેડાં કરી ભાગેલો ધોરણ-૬નો વિદ્યાર્થી અમદાવાદ હાઇવે પરથી મધરાતે મળ્યો
Published on: 12th September, 2026

વડોદરાના સમતા વિસ્તારમાં ધોરણ-૬ના એક વિદ્યાર્થીએ પરીક્ષામાં ઓછા માર્ક્સ આવતાં માર્કશીટમાં ચેડાં કર્યા હતા. માતા-પિતાના ગુસ્સાથી બચવા માટે તેણે આ પગલું ભર્યું હતું. માર્કશીટની ગડબડ માતાને ધ્યાનમાં આવતાં અને શિક્ષકને પૂછતાં સાચી વાત જાણવા મળી. આ જાણવા મળતાં વિદ્યાર્થી ગભરાઈને સાયકલ લઈને ભાગી ગયો હતો. તેની માતાએ પોલીસનો સંપર્ક કરતાં પોલીસે ત્રણ ટીમો બનાવી તપાસ શરૂ કરી. સીસીટીવી ફૂટેજ તપાસતાં અને પગેરું શોધતાં પોલીસની ટીમ મધરાતે છાણીથી અમદાવાદ તરફ જતા હાઇવે પર પહોંચી. ત્યાં એક ટ્રક ડ્રાઇવર સાથે વાત કરતાં વિદ્યાર્થી મળી આવ્યો.