શ્રેષ્ઠ શિક્ષકોનું જિલ્લા અને તાલુકા પારિતોષિકથી સન્માન
શ્રેષ્ઠ શિક્ષકોનું જિલ્લા અને તાલુકા પારિતોષિકથી સન્માન
Published on: 08th September, 2026

શિક્ષક દિન નિમિત્તે ભરૂચ જિલ્લામાં, આત્મીય સંસ્કાર હોલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના તેજસ્વી અને કર્મઠ શિક્ષકોને સન્માનિત કરાયા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબા રાજના અધ્યક્ષસ્થાને, શિક્ષક એ સમાજ અને રાષ્ટ્રની સેવા કરવાનું પવિત્ર માધ્યમ છે તેમ જણાવી સૌને શુભકામનાઓ પાઠવી હતી. વર્ષ 2026 માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ પસંદ કરાયેલા અને વિષયમાં 100% રિઝલ્ટ, સ્પર્ધાત્મક પરીક્ષામાં સારૂ પરિણામ, અને વ્યક્તિગત સિદ્ધિઓ ધરાવતા પ્રતિભાશાળી શિક્ષકોને પારિતોષિક, પ્રમાણપત્ર અને અભિનંદન પત્રો એનાયત કરાયા હતા.