સુરતના સારોલી ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ
સુરતના સારોલી ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ
Published on: 09th September, 2026

સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગિની ટેક્સટાઇલ માર્કેટમાં મધ્યરાત્રિએ ભીષણ આગ ફાટી નીકળી. આશરે 12 કલાક વીતી જવા છતાં આગ કાબૂમાં આવી નથી. 200થી વધુ ફાયર બ્રિગેડના કર્મચારીઓ પ્રયાસ કરી રહ્યા છે. 10થી વધુ દુકાનો બળીને રાખ થયાના અહેવાલ છે. માર્કેટમાં પેસેજમાં માલસામાન અને ધુમાડાને કારણે કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે. ઊંચાઈ પર લાગેલી આગને બુઝાવવા માટે વિવિધ વાહનો અને પ્લેટફોર્મનો ઉપયોગ કરાઈ રહ્યો છે. 4 થી 5 દુકાનો ઝપેટમાં આવી છે અને તાળાં તોડીને આગ ઓલવવાની કામગીરી કરાઈ રહી છે.