ભરૂચના નેત્રંગ તાલુકાના પીંગોટ શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
ભરૂચના નેત્રંગ તાલુકાના પીંગોટ શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
Published on: 27th June, 2026

નેત્રંગ તાલુકાના પીંગોટ પ્રા.શાળામાં ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. સાંસદે વિધાર્થીઓને નોટબુક,સ્કુલ બેગ અને ચોકલેટનું વિતરણ કરી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ મગનભાઈ વસાવા, મૌઝા જિલ્લ પંચાયત સભ્ય અનિલ વસાવા, નેત્રંગ જિલ્લા પંચાયત સભ્ય ગૌતમ વસાવા, આરએફ્ઓ એમ.એફ્ દિવાન, સરપંચ-વાલીઓ અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.