દાહોદના નાળ ફળિયા શાળામાં બાળમેળો અને લાઈફ-સ્કીલ મેળાનું આયોજન
દાહોદના નાળ ફળિયા શાળામાં બાળમેળો અને લાઈફ-સ્કીલ મેળાનું આયોજન
Published on: 11th August, 2026

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની નાળ ફળિયા વર્ગ પિછોડા પ્રાથમિક શાળામાં નવી શિક્ષણ નીતિના ભાગરૂપે '10 બેગલેસ દિવસ' નિમિત્તે બાળમેળા અને લાઈફ-સ્કીલ (વ્યવસાયિક હસ્તકલા) મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમો દ્વારા બાળકોના સર્જનાત્મક કૌશલ્ય, મૌલિકતા અને સમુહભાવનાનો વિકાસ થાય તે હેતુથી રંગોળી, ચિત્ર, મહેંદી સ્પર્ધા, ચીટક-કામ અને છાપ-કામ જેવી પ્રવૃત્તિઓ યોજાઈ. લાઈફ-સ્કીલ મેળામાં જીવનમાં ઉપયોગી કૌશલ્યો વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો. અંતે, આચાર્યશ્રીઓએ કૌશલ્ય વર્ધનના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું.