સુરત સિંગણપોરમાં એપાર્ટમેન્ટના પહેલા માળે ભીષણ આગ
સુરત સિંગણપોરમાં એપાર્ટમેન્ટના પહેલા માળે ભીષણ આગ
Published on: 11th August, 2026

સુરતના સિંગણપોર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના પહેલા માળે મકાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગ ઝડપથી ઉપરના માળ સુધી પ્રસરી જતાં એક મહિલા સહિત ત્રણ લોકો ફસાઈ ગયા હતા. સ્થાનિક રહીશોએ ટેમ્પો અને દોરડાની મદદથી સાહસિક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું. ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની આશંકા છે.