મહેસાણા જિલ્લા પ્રવેશોત્સવ: 1,360 ડ્રોપઆઉટ બાળકો પરત ફર્યા, 2.48 કરોડનું દાન પ્રાપ્ત
મહેસાણા જિલ્લા પ્રવેશોત્સવ: 1,360 ડ્રોપઆઉટ બાળકો પરત ફર્યા, 2.48 કરોડનું દાન પ્રાપ્ત
Published on: 27th June, 2026

મહેસાણા જિલ્લામાં ત્રિ-દિવસીય પ્રવેશોત્સવ દરમિયાન 1,360 ડ્રોપઆઉટ થયેલા બાળકો, જેમાં 675 વિદ્યાર્થીઓ અને 685 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે, તેમને સફળતાપૂર્વક પુનઃ શાળા પ્રવેશ અપાવવામાં આવ્યો. શિક્ષણના મહત્વ અંગે વાલીઓને સમજાવવાના પ્રયાસો ફળ્યા. જિલ્લાની 1177 શાળાઓને પ્રવેશોત્સવ દરમિયાન કુલ રૂ.2,48,29,784નું લોક સહકારરૂપ દાન મળ્યું, જેમાં સાધન સામગ્રી અને રોકડનો સમાવેશ થાય છે. બાલવાટિકામાં 16,391 બાળકોનું નામાંકન થયું.