ગીર સોમનાથના તાલાલાના 400 તેજસ્વી વિદ્યાર્થીઓ માટે 'ગીરથી ગાંધીનગર' જ્ઞાન યાત્રા સફળ
ગીર સોમનાથના તાલાલાના 400 તેજસ્વી વિદ્યાર્થીઓ માટે 'ગીરથી ગાંધીનગર' જ્ઞાન યાત્રા સફળ
Published on: 13th September, 2026

તાલાલા-સુત્રાપાડા વિસ્તારના 400 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા અને રાજ્યના મહત્વપૂર્ણ શૈક્ષણિક સ્થળોનો અનુભવ કરાવવાના ઉમદા હેતુથી ધારાસભ્ય ભગાભાઈ બારડ દ્વારા 'ગીરથી ગાંધીનગર' નિઃશુલ્ક જ્ઞાનયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રામાં વિદ્યાર્થીઓએ ગુજરાત વિધાનસભા, કાંકરિયા તળાવ, અક્ષરધામ મંદિર સહિત વિવિધ સ્થળોની મુલાકાત લીધી. સૌથી મહત્વપૂર્ણ આકર્ષણ મુખ્યમંત્રી સાથેની મુલાકાત અને સંવાદ રહ્યું, જેણે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જગાવ્યો. ધારાસભ્યએ જણાવ્યું કે, આ યાત્રા વિદ્યાર્થીઓને નવી દિશા અને અનુભવો આપશે.