TAT (ઉચ્ચત્તર માધ્યમિક) પ્રિલિમિનરી પરિણામ જાહેર: 51,971 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય
TAT (ઉચ્ચત્તર માધ્યમિક) પ્રિલિમિનરી પરિણામ જાહેર: 51,971 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય
Published on: 16th June, 2026

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી TAT (ઉચ્ચત્તર માધ્યમિક) - 2026 ની પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં કુલ 1,65,024 ઉમેદવારોમાંથી 1,47,584 હાજર રહ્યા હતા. 70 કે તેથી વધુ ગુણ મેળવીને 51,971 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે. OMR શીટની પુનઃચકાસણી 18 જૂનથી 30 જૂન સુધી ગાંધીનગર ખાતે રૂબરૂ અરજી દ્વારા કરી શકાશે.