આવતીકાલથી RTE હેઠળ એડમિશનનો છેલ્લો રાઉન્ડ, 6000થી વધુ બેઠકો હજુ ખાલી
આવતીકાલથી RTE હેઠળ એડમિશનનો છેલ્લો રાઉન્ડ, 6000થી વધુ બેઠકો હજુ ખાલી
Published on: 17th June, 2026

ગુજરાતમાં RTE હેઠળ ધોરણ 1માં વિનામૂલ્યે પ્રવેશ માટેની ચોથી અને અંતિમ રાઉન્ડની પ્રક્રિયા ૧૮ જૂનથી શરૂ થશે. ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા બાદ પણ ૬૦૮૫ બેઠકો ખાલી રહી છે. આ વર્ષે RTE હેઠળ ૯૭૦૦થી વધુ શાળાઓમાં ૮૩૦૦૦થી વધુ બેઠકો ઉપલબ્ધ હતી, જેની સામે ૧.૫૦ લાખથી વધુ વાલીઓની અરજી હતી. વાલીઓની પસંદગી ન હોવાને કારણે ઘણી બેઠકો ખાલી રહેવાની સંભાવના છે. ચોથા રાઉન્ડમાં વાલીઓ ૨૦ જૂન સુધી શાળાઓની પસંદગી કરી શકશે.