લુણાવાડાની ધી ન્યૂ ઈંગ્લિશ સ્કૂલમાં શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ
લુણાવાડાની ધી ન્યૂ ઈંગ્લિશ સ્કૂલમાં શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ
Published on: 18th July, 2026

લુણાવાડા તાલુકાના વિરણીયા ખાતે આવેલી ધી ન્યુ ઈંગ્લિશ સ્કૂલમાં શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ધોરણ 9 થી 12ના વર્ગ પ્રતિનિધિ, શાળાના જનરલ સેક્રેટરી (GS) અને લાયઝન રિપોર્ટર (LR)ની ચૂંટણી યોજાઈ હતી. 630 થી વધુ વિદ્યાર્થીઓએ મતદાનમાં ભાગ લીધો હતો. GS પદે ધોરણ 12-બના મનુ રમણભાઈ પગી અને LR તરીકે ધોરણ 12-અની વૈશાલી સોમસિંહ ચૌહાણ વિજેતા બન્યા. આ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓમાં લોકશાહી સમજ કેળવાશે.