છોટાઉદેપુરના પાંચ વર્ષીય 'જી-સફલ' યોજના 17 મહિનામાં બંધ
છોટાઉદેપુરના પાંચ વર્ષીય 'જી-સફલ' યોજના 17 મહિનામાં બંધ
Published on: 21st July, 2026

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સરકારની ‘જી-સફલ’ યોજના અચાનક બંધ થતાં 36 થી વધુ કર્મચારીઓ બેરોજગાર બન્યા છે. પાંચ વર્ષીય આ પ્રોજેક્ટ માત્ર 17 મહિનામાં જ બંધ થતાં અંદાજે 2500 લાભાર્થીઓ યોજનાના લાભથી વંચિત રહી ગયા છે. રોજગારી ગુમાવનારા કર્મચારીઓએ તાલુકા વિકાસ અધિકારી (TDO)ને આવેદનપત્ર આપી પુનઃ રોજગારી અને યોજના બંધ કરવાના કારણની માંગ કરી છે. આદિવાસી વિસ્તારના ગરીબ પરિવારો માટેની આ યોજના અધવચ્ચે જ બંધ થતાં લાભાર્થીઓ અને કર્મચારીઓ બંને મુશ્કેલીમાં મુકાયા છે.