વડોદરાના ભૂતડીઝાંપામાં ૧૫ ફૂટ ઊંચી વ્હીકલ પૂલની દિવાલ ધરાશાયી
વડોદરાના ભૂતડીઝાંપામાં ૧૫ ફૂટ ઊંચી વ્હીકલ પૂલની દિવાલ ધરાશાયી
Published on: 21st July, 2026

વડોદરા શહેરના ભૂતડીઝાંપા વિસ્તારમાં બસ ડેપો સામે આવેલી વ્હીકલ પૂલ શાખાની આશરે 15 ફૂટ ઊંચી કંપાઉન્ડ વોલનો એક ભાગ અચાનક ધરાશાયી થયો, જેના કારણે ભારે અફરાતફરી મચી ગઈ. દિવાલનો કાટમાળ બાજુના મકાનો પર પડતાં કેટલાક ઘરોને નુકસાન થયું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. અગાઉ પણ આ દિવાલની મજબૂતી સામે પ્રશ્નો ઉઠ્યા હતા. આ ઘટના ફરી એકવાર વડોદરા મહાનગર પાલિકાની જાળવણી અને મરામતની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરે છે.