ઝઘડિયાના શિક્ષક નિરવ પટેલ ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત
ઝઘડિયાના શિક્ષક નિરવ પટેલ ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત
Published on: 08th September, 2026

ઝઘડિયા તાલુકાના મોરતલાવ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક નિરવ પટેલને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કરવામાં આવ્યા છે. શિક્ષકદિને, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ડી.ઇ.ઓ. ની ઉપસ્થિતિમાં તેમનું સન્માન કરાયું. તેમની નિમણૂક 2011માં થઈ હતી. તેમણે બાળકોને ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેવા પ્રેરણા આપી, જેના પરિણામે શાળા 15 વર્ષમાં આઠ વાર સ્ટેટ લેવલ અને બે વાર નેશનલ લેવલ સાયન્સ ફેર સુધી પહોંચી. રમતગમતમાં પણ બાળકો ઝોન અને સ્ટેટ લેવલ સુધી પહોંચ્યા છે.