ધો.11 સાયન્સમાં પ્રવેશ માટે ડીઈઓ કચેરીએ યોજેલા કેમ્પમાં માત્ર 36 વિદ્યાર્થીઓ આવ્યા
ધો.11 સાયન્સમાં પ્રવેશ માટે ડીઈઓ કચેરીએ યોજેલા કેમ્પમાં માત્ર 36 વિદ્યાર્થીઓ આવ્યા
Published on: 18th June, 2026

વડોદરામાં ધો.૧૦ની પરીક્ષા બાદ ધો.૧૧ વિજ્ઞાાન પ્રવાહમાં પ્રવેશથી વંચિત રહી ગયા હોય તેવા અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ડીઈઓ કચેરી દ્વારા દર વર્ષે  કેમ્પનું આયોજન કરવામાં આવે છે.આ વખતે યોજાયેલા કેમ્પમાં પ્રવેશ લેવા આવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ગત વર્ષ કરતા ઘરખમ ઘટાડો જોવા મળ્યો છે.તાજેતરમાં ૩ દિવસ માટે આ કેમ્પ યોજાયો હતો અને તેમાં માત્ર ૩૬ વિદ્યાર્થીઓ આવ્યા હતા અને તેમને અલગ અલગ સ્કૂલમાં એડમિશન ફાળવવામાં આવ્યા હતા.