જામનગર સરકારી શાળાઓમાં બેવડી પાળી
જામનગર સરકારી શાળાઓમાં બેવડી પાળી
Published on: 18th July, 2026

જામનગર શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની 47 શાળાઓ ફક્ત 32 બિલ્ડિંગોમાં કાર્યરત છે. પૂરતા બિલ્ડિંગોના અભાવે 30 શાળાઓમાં બેવડી પાળી (ડબલ શિફ્ટ) પદ્ધતિ અપનાવવી પડી છે. આના કારણે વિદ્યાર્થીઓને શિક્ષણ માટે ખૂબ ઓછો સમય મળે છે, જેનાથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના બાળકોનો શૈક્ષણિક પાયો નબળો રહી જવાની ભીતિ છે. એક જ બિલ્ડિંગમાં બે શાળાઓ ચાલવાથી મુખ્ય વિષયો ભણાવવાનો સમય પણ ઓછો પડે છે, જેના લીધે બાળકો પાયાના શિક્ષણથી વંચિત રહી જાય છે.