રાજકોટ મારવાડી યુનિવર્સિટીમાં ૭ દિવસમાં બીજા વિદ્યાર્થીનો કરુણ અંત
રાજકોટ મારવાડી યુનિવર્સિટીમાં ૭ દિવસમાં બીજા વિદ્યાર્થીનો કરુણ અંત
Published on: 25th September, 2026

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાંથી વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આજે સવારે આંધ્રપ્રદેશના એક વિદ્યાર્થીએ કોલેજની મેઈન બિલ્ડિંગના છઠ્ઠા માળેથી ઝંપલાવીને પોતાનો જીવ દીધો. માત્ર સાત દિવસમાં બીજા વિદ્યાર્થીના આ પગલાંથી યુનિવર્સિટી ફરી ચર્ચામાં આવી છે. મૃતક વિદ્યાર્થીની ઓળખ કમ્પ્યુટર સાયન્સના થર્ડ યરમાં અભ્યાસ કરતા હિમંત ગંધમ તરીકે થઈ છે. CCTV ફૂટેજ મુજબ, તે બેગ વિના કોલેજ આવ્યો હતો અને સીધો છઠ્ઠા માળે પહોંચી ગયો હતો. આ અગાઉ ૧૯ સપ્ટેમ્બરે પણ આંધ્રપ્રદેશની એક વિદ્યાર્થિનીએ ૧૦મા માળેથી કૂદી જીવ દીધો હતો.