વાપી આર. કે. દેસાઈ ગ્રૂપ ઓફ કોલેજીસમાં ભવ્ય શિક્ષક દિવસની ઉજવણી
વાપી આર. કે. દેસાઈ ગ્રૂપ ઓફ કોલેજીસમાં ભવ્ય શિક્ષક દિવસની ઉજવણી
Published on: 09th September, 2026

વાપી સ્થિત આર. કે. દેસાઈ ગ્રૂપ ઓફ કોલેજીસ દ્વારા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે 'શિક્ષક દિવસ'ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થઈ. કોલેજના આચાર્યોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. વિદ્યાર્થીઓએ 'શિક્ષકનું મહત્ત્વ' દર્શાવતું નાટક, સ્વાગત ગીત અને વક્તવ્યો રજૂ કર્યા. અધ્યાપકો માટે જ્ઞાન અને ગમ્મત સાથે રમતોનું આયોજન થયું. વિદ્યાર્થીઓએ શિક્ષકોનું ભેટ આપી સન્માન કર્યું. કાર્યક્રમનું સફળ આયોજન સાંસ્કૃતિક કમિટી દ્વારા કરાયું.