મોરબીમાં નિવૃત્ત શિક્ષકોનું સન્માન
મોરબીમાં નિવૃત્ત શિક્ષકોનું સન્માન
Published on: 09th September, 2026

મોરબી ખાતે આયોજિત ઉમિયા નિવૃત્ત શિક્ષક મંડળના સ્નેહમિલનમાં, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરનાર નિવૃત્ત શિક્ષકોનું વિશેષ સન્માન કર્યું. તે સમયના પડકારો અને ઓછા સંસાધનો વચ્ચે પણ નિષ્ઠાપૂર્વક શિક્ષણ આપનાર શિક્ષકોના યોગદાનને યાદ કરાયું. કાર્યક્રમમાં આરોગ્ય, સેવાકીય પ્રવૃત્તિઓ અને જીવનના વિવિધ પાસાઓ પર માર્ગદર્શન અપાયું, તેમજ શિક્ષણ અને સમાજસેવામાં યોગદાન આપનાર 50 જેટલા વ્યક્તિ વિશેષનું સન્માન થયું.