શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર
શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર
Published on: 18th June, 2026

નવા શૈક્ષણિક સત્રની શરુઆત સાથે જ  સ્કૂલોના શિક્ષકો પર કામનું ભારણ વધી ગયું છે. મળતી જાણકારી પ્રમાણે હાલમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ધો.૧૨ની પૂરક પરીક્ષા ચાલી રહી છે. આ પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવા માટે વડોદરા સહિત રાજ્યના વિવિધ શહેરોમાં મૂલ્યાંકન કેન્દ્રો શરુ કરાયા છે.