મોડાસાના રાજલી પ્રા.શાળાના શ્રેષ્ઠ શિક્ષકનું રાજ્ય કક્ષાના મંત્રી દ્વારા સન્માન
મોડાસાના રાજલી પ્રા.શાળાના શ્રેષ્ઠ શિક્ષકનું રાજ્ય કક્ષાના મંત્રી દ્વારા સન્માન
Published on: 09th September, 2026

સમાજના ઘડતર અને ભાવિ પેઢીના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. આ વાતને ધ્યાનમાં રાખીને, અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોડાસામાં શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો હતો. રાજ્યકક્ષાના મંત્રી પી.સી. બરંડાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં, શિક્ષણ ક્ષેત્રે પ્રેરણાદાયી કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન કરાયું. મોડાસા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાજલી પ્રાથમિક શાળાના આચાર્ય અનિલભાઈ રમણભાઈ પટેલને એવોર્ડ, શાલ, ચેક, બેનર અને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા.