કચ્છ યુનિવર્સિટી અને સેના વચ્ચે ઐતિહાસિક સમજૂતી
કચ્છ યુનિવર્સિટી અને સેના વચ્ચે ઐતિહાસિક સમજૂતી
Published on: 18th July, 2026

ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને ભુજ મિલિટરી સ્ટેશન વચ્ચે શૈક્ષણિક તથા રાષ્ટ્ર સુરક્ષા ક્ષેત્રે મહત્વપૂર્ણ MoU થયો છે. કરાર મુજબ સરહદી જવાનોને પ્રેક્ટિકલ ટ્રેનિંગના આધારે 'ડિપ્લોમા ઇન ડિફેન્સ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝ' આપવામાં આવશે. સૈનિકો અને તેમના પરિવારોને યુનિવર્સિટીના વિવિધ કોર્સમાં વિશેષ પ્રવેશ મળશે. ઉપરાંત મિલિટરી વિસ્તારમાં એક્સ્ટેન્શન સેન્ટર શરૂ થશે, જ્યારે વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન, સેલ્ફ-ડિફેન્સ અને સર્વાઇવલ જેવી તાલીમ તથા જવાનોને કચ્છી-ગુજરાતી ભાષાનું ઓરિએન્ટેશન અપાશે.