યામી ગૌતમ: ડર પર કાબુ મેળવી, તમને કોઈ હરાવી શકશે નહીં
યામી ગૌતમ: ડર પર કાબુ મેળવી, તમને કોઈ હરાવી શકશે નહીં
Published on: 25th September, 2026

વિકી ડોનરથી કારકિર્દી શરૂ કરનાર યામી ગૌતમ ધરે `ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' થી `આર્ટિકલ 370' જેવી ફિલ્મોમાં દમદાર અભિનયથી હિન્દી સિનેમામાં આગવી ઓળખ બનાવી છે. તાજેતરમાં `આર્ટિકલ 370`માં ભૂમિકા માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો છે. લાઇમલાઇટથી દૂર રહીને તેમણે હંમેશાં કન્ટેન્ટને પ્રાધાન્ય આપ્યું છે. `નયી નવેલી` ફિલ્મ સાથે તેઓ ફરી ચર્ચામાં છે. યામીએ જણાવ્યું કે તેમના કારકિર્દીના વળાંક પહેલાં તેમણે ઇન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ડર પર કાબુ મેળવી આગળ વધી.