મહિમાં મકવાણા 'મુસાફિર કાફે'ની પ્રીતિ રૂપે ફરી દર્શકોના દિલ જીતવા તૈયાર
મહિમાં મકવાણા 'મુસાફિર કાફે'ની પ્રીતિ રૂપે ફરી દર્શકોના દિલ જીતવા તૈયાર
Published on: 25th September, 2026

બાળ કલાકાર તરીકે કારકિર્દી શરૂ કરનાર અભિનેત્રી મહિમાં મકવાણાએ ટીવી, ફિલ્મો અને OTT પ્લેટફોર્મ પર પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી છે. 'મુસાફિર કાફે'માં 'પ્રીતિ'ના પાત્રને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યા બાદ હવે આ સીરિઝની બીજી સીઝન આવી રહી છે. મહિમાં આ રોલમાં ફરી દેખાશે અને દર્શકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે ખૂબ મહેનત કરી રહી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધીરજ અને સખત મહેનતનું મહત્વ સમજતા, તે પોતાના પાત્રોને ઊંડાણપૂર્વક સમજીને રજૂ કરે છે.