સન્ની દેઓલ, અનિલ કપૂર અને સંજય દત્ત: બોલિવુડમાં ૮૦ના દાયકાના સ્ટાર્સનો દબદબો
સન્ની દેઓલ, અનિલ કપૂર અને સંજય દત્ત: બોલિવુડમાં ૮૦ના દાયકાના સ્ટાર્સનો દબદબો
Published on: 25th September, 2026

બોલિવુડમાં હાલ ૮૦ના દાયકાના દિગ્ગજ અભિનેતાઓ સન્ની દેઓલ, અનિલ કપૂર અને સંજય દત્ત બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહ્યા છે. આ ત્રણેય સ્ટાર્સ તેમની ફિલ્મો દ્વારા નવી પેઢીના યુવા કલાકારોને પણ ટક્કર આપી રહ્યા છે. ખાસ કરીને સન્ની દેઓલ તેની તાજેતરની ફિલ્મો 'ગદર-ટુ' અને 'બોર્ડર-ટુ' જેવી ફિલ્મોથી ખૂબ સફળતા મેળવી રહ્યા છે. હાલ ફી ની બાબતમાં પણ સન્ની દેઓલ, અનિલ કપૂર અને સંજય દત્ત કરતાં ઘણા આગળ છે.