હંસલ મહેતાની 'સ્કૂપ' સીઝન ટુ ફેબ્રુઆરીમાં રજૂ થશે
હંસલ મહેતાની 'સ્કૂપ' સીઝન ટુ ફેબ્રુઆરીમાં રજૂ થશે
Published on: 25th September, 2026

મુંબઇ : પ્રતિષ્ઠિત ફિલ્મ નિર્દેશક હંસલ મહેતાની લોકપ્રિય વેબ સીરિઝ 'સ્કૂપ'ની સિઝન ટુ આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્ટ્રિમ કરવામાં આવશે. હાલમાં તેનું પ્રોડકશન કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. મહેતાએ અગાઉ ૨૦૨૩માં જ જણાવ્યું હતું કે તેઓ 'સ્કૂપ'ની આગામી સિઝન પર કામ કરી રહ્યા છે. આ નવી સિઝન પ્રથમ સિઝન કરતાં તદ્દન અલગ હશે. 'સ્કૂપ'ને પત્રકારત્વ ફ્રેન્ચાઇઝી તરીકે વિકસાવવામાં આવતા, સીઝન ટુમાં નવી સ્ટોરી, નવો માહોલ અને નવા પાત્રો જોવા મળશે.