ધુરંધર ફેમ ડેનિશ પાંડોર હવે આમિર ખાન સાથે 'લલકાર'માં જોવા મળશે
ધુરંધર ફેમ ડેનિશ પાંડોર હવે આમિર ખાન સાથે 'લલકાર'માં જોવા મળશે
Published on: 09th September, 2026

રણવીરની ફિલ્મ 'ધુરંધર'માં ઉઝેર બલોચની ભૂમિકાથી જાણીતો બનેલો ડેનિશ પાંડોર હવે આશુતોષ ગોવારિકરની આગામી ફિલ્મ 'લલકાર'માં આમિર ખાનના મિત્રની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ ક્રિકેટર લાલા અમરનાથની બાયોપિક હોવાનું કહેવાય છે. 'જ્યુબિલી' ફેમ સિદ્ધાંત ગુપ્તા પણ આ પ્રોજેક્ટનો ભાગ છે. 'ધુરંધર' પછી 'લલકાર' ડેનિશની બીજી મોટી ફિલ્મ છે. આમિર ખાન અને ડેનિશ સહિતના કલાકારોએ ક્રિકેટની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.