જૂનાગઢમાં ભાઈઓએ 14 લાડુ, બહેનોમાં 15 વર્ષીય બાળાએ 9 લાડુ આરોગ્યા
જૂનાગઢમાં ભાઈઓએ 14 લાડુ, બહેનોમાં 15 વર્ષીય બાળાએ 9 લાડુ આરોગ્યા
Published on: 15th September, 2026

ગણેશ ચતુર્થી નિમિત્તે કેશોદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત રસપ્રદ મોદક (લાડુ) ખાવાની સ્પર્ધા યોજાઈ. આ ધાર્મિક ઉત્સવ સાથે મનોરંજન માટે યોજાયેલ સ્પર્ધામાં 60 જેટલા ભાઈ-બહેનો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો માટે અલગ વિભાગ હતા, જેમાં 100 ગ્રામ વજનના લાડુ અને દાળની વ્યવસ્થા હતી. ભાઈઓમાં રસિકભાઈ પંડયાએ 14 લાડુ ખાઈ પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે બહેનોમાં 15 વર્ષીય નેવ્યા સેંગરે 9 લાડુ ખાઈ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો.