જામનગરમાં ભારે વરસાદ બાદ ટ્રક કાચી જમીનમાં ધસી પડ્યો
જામનગરમાં ભારે વરસાદ બાદ ટ્રક કાચી જમીનમાં ધસી પડ્યો
Published on: 15th September, 2026

જામનગરના ભીડભંજન મહાદેવ મંદિર સામેના રસ્તા પર ભારે વરસાદ બાદ એક ટ્રક રોડની બાજુની કાચી જમીનમાં ધસી પડતાં આડો પડી ગયો હતો. રાત્રે પડેલા વરસાદને કારણે ટ્રકની નીચેની જમીન અત્યંત પોચી થઈ ગઈ હતી. આ ઘટના બાદ સ્થાનિકો અને તંત્ર દ્વારા ટ્રકને બહાર કાઢવા પ્રયાસો શરૂ કરાયા છે. વરસાદ બાદ પોચી થયેલી જમીનને કારણે ટ્રક બહાર કાઢવાની કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.