રશ્મિકા મંદાનાની 'માયસા'નું દમદાર ટીઝર રિલીઝ
રશ્મિકા મંદાનાની 'માયસા'નું દમદાર ટીઝર રિલીઝ
Published on: 21st September, 2026

રશ્મિકા મંદાનાની આગામી ફિલ્મ 'માયસા' (Mysaa)નું ટીઝર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં તે એક આદિવાસી ગોંડ છોકરીનો રોલ કરી રહી છે, જે મજબૂત અને બહાદુર છે. ટીઝરમાં રશ્મિકાનો એક્શન અવતાર જોવા મળી રહ્યો છે, જેમાં તે અંડરવોટર એક્શન સીન કરતી દેખાઈ રહી છે. દર્શકો આ ટીઝરથી ખૂબ જ ઉત્સાહિત છે અને કહી રહ્યા છે કે 'પુષ્પા' બાદ હવે શ્રીવલ્લી બોક્સ ઓફિસ પર રાજ કરશે. 'માયસા' 27 નવેમ્બર 2026ના રોજ રિલીઝ થશે, જેમાં રશ્મિકા સાથે ઈશ્વરી રાવ, ગુરુ સોમસુંદરમ અને રાવ રમેશ પણ જોવા મળશે.