સુરતમાં કીમ, કામરેજ, માંગરોળ, ઉમરપાડામાં આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી
સુરતમાં કીમ, કામરેજ, માંગરોળ, ઉમરપાડામાં આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી
Published on: 11th August, 2026

સુરત જિલ્લાના કીમ, કામરેજ, માંગરોળ અને ઉમરપાડા સહિતના વિસ્તારોમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કામરેજ તાલુકામાં હળપતિ આદિવાસી સમાજ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં સમાજના આગેવાનો, પ્રતિનિધિઓ અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ ઉપરાંત, અન્ય વિસ્તારોમાં પણ રેલીઓ યોજાઈ હતી. આદિવાસી સમુદાયે પરંપરાગત વેશભૂષા, સંગીત અને ડીજેના તાલે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આગેવાનોએ ભગવાન બિરસા મુંડાને યાદ કરી વિકાસ માટે પ્રેરણા આપી.