પોરબંદર: કારના ચોરખાનામાંથી દારૂની 130 બોટલ અને 60 લિટર દારૂ ઝડપાયો
પોરબંદર: કારના ચોરખાનામાંથી દારૂની 130 બોટલ અને 60 લિટર દારૂ ઝડપાયો
Published on: 15th October, 2026

પોરબંદર એલસીબીએ કુતિયાણા ચૌટા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી દારૂની 130 બોટલ અને 60 લિટર દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે કારચાલક માલદે રણમલ ઓડેદરાને ઝડપી લીધો છે. કારમાં દારૂની હેરાફેરી માટે ખાસ ચોરખાના બનાવવામાં આવ્યા હતા. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ. 2,76,495નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.