વડોદરામાં 30 નવી ઇ-બસ લોકાર્પણ, 14 નવા રૂટ શરૂ: 5000 લોકોને ફાયદો
વડોદરામાં 30 નવી ઇ-બસ લોકાર્પણ, 14 નવા રૂટ શરૂ: 5000 લોકોને ફાયદો
Published on: 15th October, 2026

વડોદરામાં ગોત્રી બસ ડેપો ખાતે નવી 30 ઇ-બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેના પગલે કુલ 14 નવા રૂટ શરૂ થયા છે. આ સાથે ઇ-બસના રૂટની સંખ્યા વધીને 20 થઈ ગઈ છે, જેનો લાભ રોજિંદા 5000 મુસાફરોને મળશે. નવા સરક્યુલર રૂટ GIDC સહિત ઔદ્યોગિક વિસ્તારોને જોડશે, જેનાથી કામદારોનો સમય બચશે. સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીઓને જોડતા રૂટ વિદ્યાર્થીઓ માટે સુવિધાજનક બનશે. આ ઇ-બસ સેવા ધુમાડા અને પ્રદૂષણમુક્ત હોવાની સાથે નાગરિકોના સમય અને નાણાંની બચત કરશે.