બાલાપીર ચાર રસ્તા બ્રિજ નિર્માણ: ડાયવર્ઝન અને રોંગ સાઈડ ડ્રાઇવિંગથી ટ્રાફિક સમસ્યા
બાલાપીર ચાર રસ્તા બ્રિજ નિર્માણ: ડાયવર્ઝન અને રોંગ સાઈડ ડ્રાઇવિંગથી ટ્રાફિક સમસ્યા
Published on: 15th October, 2026

ગાંધીનગરના બાલાપીર ચાર રસ્તા પાસે ચાલી રહેલા બ્રિજ નિર્માણ કાર્યને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય માર્ગ પર પતરાં લગાવી અનેક ડાયવર્ઝન આપવામાં આવ્યાં છે, જેના કારણે પોર ગામ તરફથી આવતા વાહનોને અડાલજ થઈ ગાંધીનગર જવું પડે છે. અગાઉ ડિવાઈડરમાં નાના કટમાંથી વાહનો પસાર થતાં ટ્રાફિક જામ થતો હતો. આ સમસ્યા દૂર કરવા તંત્રએ ડિવાઈડર તોડી નાખતાં હવે વાહનો રોંગ સાઈડમાં પસાર થઈ રહ્યા છે, જેનાથી નવી ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે. વાહનવ્યવહાર અને સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થાની તાતી જરૂર છે.