બરડા વિસ્તારમાં ચોમાસું નિષ્ફળ: આગોતરી મગફળી ઉપાડવાનું શરૂ
બરડા વિસ્તારમાં ચોમાસું નિષ્ફળ: આગોતરી મગફળી ઉપાડવાનું શરૂ
Published on: 15th October, 2026

પોરબંદરના બરડા વિસ્તારમાં આ વર્ષે ચોમાસામાં માત્ર 4-5 ઈંચ વરસાદ પડતાં ખેડૂતોનો મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. ચોમાસાની શરૂઆતમાં સારા વરસાદની આશાએ મોટા પાયે મગફળીનું વાવેતર કરાયું હતું, પરંતુ અપૂરતા વરસાદને કારણે એક દાણો પણ પાક્યો નથી. આ સ્થિતિમાં ખેડૂતોએ આગોતરી મગફળી ઉપાડવાનું શરૂ કર્યું છે, પરંતુ ઉત્પાદન એટલું ઓછું છે કે માત્ર ખર્ચ નીકળશે. પાણીના અભાવે શિયાળુ પાકનું વાવેતર પણ અનિશ્ચિત બન્યું છે, જેના કારણે પશુધન અને પરિવારના નિભાવ માટે ખેડૂતો ચિંતિત છે. ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી છે.