ખોડિયારનગર: 4 મહિનાથી પાણીના ધાંધિયા, મહિલાઓએ કાઉન્સિલર-અધિકારીનો ઘેરાવ કર્યો
ખોડિયારનગર: 4 મહિનાથી પાણીના ધાંધિયા, મહિલાઓએ કાઉન્સિલર-અધિકારીનો ઘેરાવ કર્યો
Published on: 15th October, 2026

ખોડિયારનગર વિસ્તારની વૈકુંઠ-2 અને શિવ હોમ સોસાયટીમાં છેલ્લા 4 મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા છે. વારંવાર રજૂઆતો છતાં ઉકેલ ન આવતાં મહિલા રહીશોએ મંગળવારે સાંજે કાઉન્સિલર અને પાલિકાના અધિકારીઓને ઘેરી હોબાળો મચાવ્યો હતો. રહીશોના જણાવ્યા મુજબ, પાણીનો પુરવઠો માત્ર 15-20 મિનિટ આવે છે અને ટાંકીમાં પ્રેશર ઓછું હોવાથી પૂરતું ભરાતું નથી. નવી લાઈન નાખવામાં સમય લાગશે ત્યાં સુધી નિયમિત ટેન્કરથી પૂરતું પાણી મળે તેવી માંગ કરાઈ છે. પાણી વિતરણ વિભાગે નેટવર્ક સુધારણા અને ટાટા એરક્રાફ્ટ પાસે નવા બૂસ્ટર પંપ બનાવવાની ખાતરી આપી છે.